સાતપડી પૂરી
- ઘઉંનો લોટ - ૧ કપ
- મેંદો - ૧ કપ
- શેકેલું જીરું અને અજમો - ૧ ટીસ્પૂન
- મોણ માટે તેલ - ૧ ટેબલસ્પૂન
- અધકચરાં ખાંડેલા મરી - ૧ ટીસ્પૂન
- તળવા માટે તેલ - ૧ ટેબલસ્પૂન
- સાટો (ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલું મિશ્રણ) - ૧ ટેબલસ્પૂન
- મીઠું - સ્વાદ પ્રમાણે
રીત
સૌ પ્રથમ ઘઉંના લોટ અને મેંદાને સાથે ચાળી લો.
તેમાં મીઠું, મરી, શેકેલું જીરું અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો.
હવે મોણ માટે તેલ ઉમેરી અને પાણી વડે લોટ બાંધી લો.
લોટ રોટલીના લોટથી સહેજ કડક લોટ બાંધવો.
બાંધેલા લોટમાંથી મોટા મોટા રોટલા વણી લો.
હવે ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલો સાટો આખા રોટલા પર લગાવી રોટલાનો રોલ વાળી દો.
આ રોલને નાના ટુકડામાં કાપી ને દબાવીને નાની નાની પૂરી વણી લો.
એક કડાઈ માં તેલ ગરમ કરો અને ગરમ તેલમાં પૂરી ક્રિસ્પી અને રતાશ પડતી થાય ત્યાં સુધીમાં તળી લો.
તળેલી પૂરીને પેપર નેપકિન પર કાઢીને થોડી વાર રેહવા દો અને પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.
તૈયાર છે ક્રિસ્પી ટેસ્ટી સાતપડી પૂરી.
For More Articles Follow Our Website :- SB Entertainment
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें