Dashama vrat katha 2021 - SB Entertainment Blogs

सोमवार, 9 अगस्त 2021

Dashama vrat katha 2021

દશામાં વ્રત કથા

અમદાવાદમાં જતીનભાઈ કરીને એક યુવાન ખુરશીનો ધંધો કરતો હતો. થોડી ઘણી આવક થાય ત્યાં કંઈને કંઈ એવું બનીને ઊભું રહે કે ભેગા થયેલા પૈસા જતા રહે. આમ વેપારમાં કોઈ ખાસ બરકત આવતી નહોતી. જો કે તેમનું ગાડું ગબડ્યું જતું હતું.

એક દિવસ જતીનભાઈ ખુરશી વેચવા જતા હતા. ત્યાં રસ્તામાં તેનો પગ લપસ્યો અને હાંડકું ભાંગી ગયું. વેપાર ઠપ થઈ ગયો. આવકનું થોડું ઘણું સાધન હતું તે પણ ઝુંટવાઈ ગયું.

જતીનભાઈ ના પત્નિ રેખા સ્વભાવે ઘણી ધર્મપરાયણ. તેને ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી. કાયમ ભજન - કીર્તનમાં મગ્ન રહે. ઘેર મહિનામાં એકાદવાર તો ભજનમંડળી બોલાવી ભજનનો કાર્યક્રમ રાખે જ. 

આષાઢ વદ અમાસ આવી.

રેખાએ દશામાનુ વ્રત લીધું અને દશા સુધારવા દશામાને પ્રાર્થના કરી. એક દિવસે તે ભજન ગાન માટે ગઈ હતી ત્યારે જતીનભાઈ ઘેર એકલા ખાટલા પર પડેલા હતા. એક ડોશીમાં આયા અને જતીનભાઈના ખબર અંતર પૂછયા. પછી તેમણે થેલી કાઢી પ,૦૦૦ રૂપિયા આપતાં કહ્યું, “ભાઈ જતીન , આ ૫,૦૦૦ રૂપિયા લે અને ખુરશીનો ધંધો ફરી શરૂ કર. તારો પગ પણ થોડા દિવસમાં સારો થઈ જશેે. આ વેળા તને ખુરશીના વેેેેેપારમાં સારો એવો નફો થશે."

“પણ માજી , તમો આવો છો ક્યાંથી, ”જતીનભાઈએ પૂછ્યું. 

"અમદાવાદના દાણાપીઠમાંથી."

અને ડોશીમાં તો ઉભા થઈ ચાલવા માંડ્યા.

એવામાં રેખા ઘેર પાછી ફરી. જતીનભાઈએ ડોશીમાની વાત કરી એ જ રીતે રેખાને સપનામાં દશામાએ દર્શન દીધા અને કહ્યું, “બેટા, હું ડોશીમાં બનીને તારા ઘેર આવી હતી. તે મારૂં વ્રત રાખ્યું એટલે હવે તારી દશા સુધરશે. વેપારમાં જે નફો થાય તેનો અમુક હિસ્સો દાનપુણ્યમાં વાપરજે.”

રેખા એ દશામાનું વ્રત પુરું કર્યું.

જતીનભાઈનો પગ ઠીક થઈ ગયો અને ડોશીમાએ આપેલા પ,૦૦૦ રૂપિયાથી તેમણે ખુરશીના વેપારની ફરી શરૂઆત કરી. એક જ વર્ષમાં તેમને બમણો નફો થયો.

તેઓ દાણાપીઠમાં ગયા અને પેલા ડોશીમાની તપાસ કરી તો તે ન મળ્યા પણ ખબર પડી કે ત્યાં દશામાનું મંદિર હતું. તેને દશામાના દર્શન કર્યા અને ૧૦,૦૦૦ રૂપિયાનું દાન કર્યું. 

દશામા જેવા જતીનભાઈ અને રેખા ને ફળ્યાં તેમ સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો. સુખસંપત્તિ અને સંતતિ આપો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સંનિષ્ઠા પ્રદાન કરજો.

જય દશામા !

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें