SB Entertainment Blogs

Breaking

गुरुवार, 11 नवंबर 2021

शार्टकट से धन कमाने का प्रयास नहीं करना चाहिए, ऐसा धन सुख नहीं देता

नवंबर 11, 2021 0
शार्टकट से धन कमाने का प्रयास नहीं करना चाहिए, ऐसा धन सुख नहीं देता
शार्टकट से धन कमाने का प्रयास नहीं करना चाहिए, ऐसा धन सुख नहीं देता

संत रविदास अपनी झोंपड़ी में बैठकर जूते बना रहे थे।उन्हें संत रैदास के नाम से भी जाना जाता है। इस काम से जो मिला, उसी में जी रहे थे। वे अपनी कमाई से संतुष्ट थे। 

एक दिन एक साधु उनकी कुटिया में आया। उन्होंने देखा कि रैदास एक सच्चे संत थे। साधु ने सोचा कि रैदास की मदद कर दी जाए। उसने अपने बैग से एक पत्थर निकाला और रैदास से कहा, 'रैदास जी, यह एक पारस पत्थर है। दुर्लभ है मुझे यह कहीं से मिला है। अब यह वह पत्थर है जो मैं तुम्हें देना चाहता हूं। इसकी खासियत यह है कि यह लोहे को सोने में बदल देता है।  

साधु ने लोहे का एक टुकड़ा लिया और उस पर पारस पत्थर से प्रहार किया और वह सोने में बदल गया। साधु ने सोचा कि इस पत्थर को संत रैदास स्वीकार कर लेंगे।  

संत रैदास ने कहा, 'साधु बाबा, इस पत्थर को अपने पास रखो। मैंने जो मेहनत की है वह मेरे लिए काफी है। मेहनत करने का मजा ही अलग है।

जब साधु ने बार-बार उसे पत्थर रखने के लिए कहा, तो रैदास ने कहा, 'यदि आप इस पत्थर को नहीं रखना चाहते हैं, तो यहां के राजा को दे दो। यहाँ का राजा बहुत गरीब है। उसे हमेशा पैसे की जरूरत होती है या कोई ऐसा गरीब दिमाग वाला व्यक्ति ढूंढता है जो अमीर हो लेकिन पैसे के लिए पागल हो रहा हो। 

यह कह कर संत रैदासजी अपना कार्य करने लगे। तब साधु को समझ में आया कि सच्चा संत क्या होता है।  

आत्मज्ञान का पाठ : संत रैदास का स्वभाव हमें सिखाता है कि हमें जीवन में कभी भी शॉर्टकट नहीं अपनाना चाहिए। ईमानदारी और मेहनत का मजा ही कुछ अलग है।

प्रलोभन से बचें।  ईमानदारी और मेहनत से मिले धन से अगर आप संतुष्ट हैं तो जीवन में सुख-शांति बनी रहेगी।

शुक्रवार, 24 सितंबर 2021

ચેરી ગ્લોરીયસ સન્ડે

सितंबर 24, 2021 0
ચેરી ગ્લોરીયસ સન્ડે
ચેરી ગ્લોરીયસ સન્ડે 

સામગ્રી : દૂધ એક લિટર, 
વેનીલા આઈસક્રીમ ર૦૦ ગ્રામ, 
ખાંડ - ર૦૦ ગ્રામ,
ચેરીનો પલ્પ - એક કપ, 
ફ્રેશ કીમ - એકથી દોઢ કપ, 
વેનીલા એસેંસ - ત્રણ ટીપા, 
ચોકલેટ આઈસક્રીમ - ૨૦૦ ગ્રામ 

ગાર્નિશિંગ માટે : ચેરી 

રીત : દૂધમાં ખાંડ નાખી ઓગળે ત્યાં સુધી દૂધ ગરમ કરો. ઠંડુ થયા બાદ તેમાં ચેરી પલ્પ તથા ક્રીમ ઉમેરી ફરી 
ચર્ન કરી સેટ કરવા ફ્રીઝરમાં મૂકો. સેટ થયા બાદ તેના ઝીના પીસ કરો. તેમાં વેનીલા તથા ચોકલેટ આઈસક્રીમ અને એસેંસ ફિમેરી ચર્ન કરો. મિશ્રણ હલકું અને ફૂલી ન જાય ત્યાં સુધી મિક્સીમાં ચર્ન કરો . ત્યારબાદ ઊંડા મોલ્ડમાં આઈસક્રીમનું મિશ્રણ ભરી સેટ થવા દો. બાર કલાક આઈસક્રીમ સેટ થશે. સ્કુપરથી આઈસક્રીમ સર્વિગ બાઉલમાં મૂકી ઉપર ચેરીથી ગાર્નિશિંગ કરવું.

सोमवार, 9 अगस्त 2021

Dashama vrat katha 2021

अगस्त 09, 2021 0
Dashama vrat katha 2021
દશામાં વ્રત કથા

અમદાવાદમાં જતીનભાઈ કરીને એક યુવાન ખુરશીનો ધંધો કરતો હતો. થોડી ઘણી આવક થાય ત્યાં કંઈને કંઈ એવું બનીને ઊભું રહે કે ભેગા થયેલા પૈસા જતા રહે. આમ વેપારમાં કોઈ ખાસ બરકત આવતી નહોતી. જો કે તેમનું ગાડું ગબડ્યું જતું હતું.

એક દિવસ જતીનભાઈ ખુરશી વેચવા જતા હતા. ત્યાં રસ્તામાં તેનો પગ લપસ્યો અને હાંડકું ભાંગી ગયું. વેપાર ઠપ થઈ ગયો. આવકનું થોડું ઘણું સાધન હતું તે પણ ઝુંટવાઈ ગયું.

જતીનભાઈ ના પત્નિ રેખા સ્વભાવે ઘણી ધર્મપરાયણ. તેને ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી. કાયમ ભજન - કીર્તનમાં મગ્ન રહે. ઘેર મહિનામાં એકાદવાર તો ભજનમંડળી બોલાવી ભજનનો કાર્યક્રમ રાખે જ. 

આષાઢ વદ અમાસ આવી.

રેખાએ દશામાનુ વ્રત લીધું અને દશા સુધારવા દશામાને પ્રાર્થના કરી. એક દિવસે તે ભજન ગાન માટે ગઈ હતી ત્યારે જતીનભાઈ ઘેર એકલા ખાટલા પર પડેલા હતા. એક ડોશીમાં આયા અને જતીનભાઈના ખબર અંતર પૂછયા. પછી તેમણે થેલી કાઢી પ,૦૦૦ રૂપિયા આપતાં કહ્યું, “ભાઈ જતીન , આ ૫,૦૦૦ રૂપિયા લે અને ખુરશીનો ધંધો ફરી શરૂ કર. તારો પગ પણ થોડા દિવસમાં સારો થઈ જશેે. આ વેળા તને ખુરશીના વેેેેેપારમાં સારો એવો નફો થશે."

“પણ માજી , તમો આવો છો ક્યાંથી, ”જતીનભાઈએ પૂછ્યું. 

"અમદાવાદના દાણાપીઠમાંથી."

અને ડોશીમાં તો ઉભા થઈ ચાલવા માંડ્યા.

એવામાં રેખા ઘેર પાછી ફરી. જતીનભાઈએ ડોશીમાની વાત કરી એ જ રીતે રેખાને સપનામાં દશામાએ દર્શન દીધા અને કહ્યું, “બેટા, હું ડોશીમાં બનીને તારા ઘેર આવી હતી. તે મારૂં વ્રત રાખ્યું એટલે હવે તારી દશા સુધરશે. વેપારમાં જે નફો થાય તેનો અમુક હિસ્સો દાનપુણ્યમાં વાપરજે.”

રેખા એ દશામાનું વ્રત પુરું કર્યું.

જતીનભાઈનો પગ ઠીક થઈ ગયો અને ડોશીમાએ આપેલા પ,૦૦૦ રૂપિયાથી તેમણે ખુરશીના વેપારની ફરી શરૂઆત કરી. એક જ વર્ષમાં તેમને બમણો નફો થયો.

તેઓ દાણાપીઠમાં ગયા અને પેલા ડોશીમાની તપાસ કરી તો તે ન મળ્યા પણ ખબર પડી કે ત્યાં દશામાનું મંદિર હતું. તેને દશામાના દર્શન કર્યા અને ૧૦,૦૦૦ રૂપિયાનું દાન કર્યું. 

દશામા જેવા જતીનભાઈ અને રેખા ને ફળ્યાં તેમ સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો. સુખસંપત્તિ અને સંતતિ આપો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સંનિષ્ઠા પ્રદાન કરજો.

જય દશામા !

शनिवार, 10 जुलाई 2021

વડોદરા : રથયાત્રાના રૂટ પર સવારે 6 થી 12 કફર્યુ, ઘરની બહાર નીકળશો તો ગુનો નોંધાશે

जुलाई 10, 2021 0
વડોદરા : રથયાત્રાના રૂટ પર સવારે 6 થી 12 કફર્યુ, ઘરની બહાર નીકળશો તો ગુનો નોંધાશે
આ વખતે રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી સવારે 9 વાગે નીકળશે અને બે કલાકમાં યાત્રા તેના નિર્ધારિત સ્થાને સંપન્ન કરી દેવામાં આવશે.

            કોરોના ને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં અષાઢી બીજે પરંપરાગત રીતે કાઢવામાં આવતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માં પહેલીવાર પરંપરા બદલવી પડી છે. અષાઢી બીજના રોજ તા.12 મીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ તે અંગે ભારે દ્વિધા સેવાઇ રહી હતી. અમદાવાદની રથયાત્રાને શરતી મંજૂરી મળ્યા બાદ વડોદરા શહેરમાં પણ રથયાત્રાના આયોજક ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાની તૈયારી કરવામાં આવી હતી.

          આજે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના આગેવાનો ઇસ્કોન ટેમ્પલ ખાતે આયોજકોને મળ્યા હતા અને કોરોના ની ગાઈડલાઈન વિશે ચર્ચા કર્યા બાદ રથયાત્રાને સત્તાવાર રીતે મંજૂરી આપવાની જાહેરાત કરી હતી.

          વડોદરામાં નીકળનારી રથયાત્રા માં છ પોલીસ સ્ટેશન વિસ્તાર નો સમાવેશ થતો હોવાથી રથયાત્રા જે પોલીસ સ્ટેશનમાંથી પસાર થશે ત્યાં કર્ફ્યુ નો અમલ કરવામાં આવશે. વહીવટીતંત્રે ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખી રથયાત્રાને તેના પરંપરાગત રૂટ પર કાઢવાની પણ મંજૂરી આપી છે પરંતુ દર વર્ષે બપોરે 2:30 વાગ્યા બાદ રથયાત્રા નીકળતી હતી તે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


આયોજન : રથયાત્રાના રૂટ પર સવારે 6 થી 12 કફર્યુ, ઘરની બહાર નીકળશો તો ગુનો નોંધાશે

---> આ રૂટ પર કફર્યુ રહેશે : રેલવે સ્ટેશન, કાલાઘોડા, કોઠી, રાવપુરા, ન્યાયમંદિર, દાંડિયાબજાર, ખંડેરાવ માર્કેટ, રાજમહેલ રોડ, પથ્થરગેટ, બગીખાના.

---> રૂટ : રથયાત્રાનો રૂટ યથાવત રહ્યો, વર્ષોની પરંપરા તોડી સમય સવારે 9 થી 11 કરાયો.

---> દર્શન : ભગવાનો રથ ક્યાંય ઉભો નહીં રખાય, ઓનલાઈન જ દર્શન કરી શકાશે.

---> પ્રસાદ : કોઇપણ સ્થળે પ્રસાદની વહેંચણી, આરતી, સ્વાગત નહીં થાય.
     
            40 વર્ષમાં પહેલીવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા કફયૂમાં નીકળશે. સોમવારે રથયાત્રાના રૂટ પર સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી કફર્યુ રહેશે. રથયાત્રા પોતાના પારંપરીક રૂટ પર નિકળશે. વર્ષોની પરંપરા તોડી પહેલી વખત રથયાત્રાનો સમય બદલી સવારે કરવામાં આવ્યો છે. 12 જુલાઈને સોમવારે રથયાત્રા ખલાસી અને મંદિરના સંચાલકો સહિત 60 લોકો સાથે રેલ્વે સ્ટેશનથી સવારે 9 વાગે પ્રસ્થાન કરશે અને સવારે 11 વાગે પોલોગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થશે. દર વર્ષે રથયાત્રા બપોરે 3 વાગે નીકળી રાતે 8 વાગે સમાપ્ત થતી હતી. ઈસ્કોન મંદિરમાં શુક્રવારે મંદિરના સંચાલકો અને તંત્ર વચ્ચે બે કલાક ચાલેલી મિટીંગમાં રથયાત્રાના આયોજનને આખરી ઓપ અપાયો હતો. કર્ફયુ ભંગ કરનાર સામે ગુનો નોંધવાની નવાપુરા પીઆઈએ ચીમકી ઉચ્ચારી છે.            
          ઈસ્કોન મંદિરમાં સવારે 11 વાગે શરૂ થયેલી મિટીંગમાં ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, ધારાસભ્ય સીમાબેન, મોહિલે, રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘ હાજર રહ્યાં હતાં. બેઠકમાં પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાનો રૂટ કાલાઘોડા થી જેલ રોડ થઈ રાજમહેલ રોડ થઈ બગીખાના સુધી કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ ભાજપ પ્રમુખે રથયાત્રા તો પારંપરિક રૂટ પર જ નીકળશે તેમ જણાવ્યું હતું. ઈસ્કોન મંદિરના સ્વામી નિત્યાનંદ જણાવ્યું હતું કે, રથયાત્રાના દિવસે મંદિરમાં કોઈ ભંડારો નહીં યોજાય. 

          તેમજ ભક્તો આરતી નહીં કરી શકે. સવારે 9 વાગે રેલ્વે સ્ટેશનથી આરતી સાથે રથયાત્રા પ્રારંભ થશે. જેમાં હાજર તમામ ખલાસીઓ અને મંદિરના સંચાલકોના આરટીપીસીઆર ટેસ્ટ 48 કલાક પહેલા થઈ જાય તેનું આયોજન થઈ ગયું છે. રથયાત્રા શરૂ થયા બાદ ક્યાંય પણ નહીં રોકાય. કોઈ જગ્યાએ પ્રસાદની વહેંચણી કે આરતી, સ્વાગત અથવા ફુલહાર નહીં થઈ શકે. રથયાત્રા લગભગ બે થી અઢી કલાકમાં પોલોગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થશે.

          રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ઈસ્કોન મંદિરમાં રથયાત્રા નિમિત્તે યોજાયેલી બેઠકમાં વડોદરાની રથયાત્રા બાબતે કેબિનેટમાં ચર્ચા કરી હતી કે રૂટ ઓછો નહીં થાય, વર્ષોથી જે માર્ગ પર યાત્રા થાય છે તે માર્ગ પર જ રથયાત્રા નિકળશે. ગૃહમંત્રી પણ મારી વાત સાથે સંમત થયા હતાં. આ યાત્રામાં સરકારે જે નિયમો નક્કી કર્યા છે, તે નિયમોનું પુરેપૂરું પાલન થશે. રથયાત્રાનો સમય બદલાયો છે. 



शुक्रवार, 9 जुलाई 2021

જય શ્રી જલારામ બાપાનું વ્રત - ૩ ગુરૂવારનું ચમત્કારીક વ્રત - ત્રણ જ ગુરુવાર શા માટે?

जुलाई 09, 2021 0
જય શ્રી જલારામ બાપાનું વ્રત - ૩ ગુરૂવારનું ચમત્કારીક વ્રત - ત્રણ જ ગુરુવાર શા માટે?
જય શ્રી જલારામ બાપાનું વ્રત
૩ ગુરૂવારનું ચમત્કારીક વ્રત


 • વ્રતની રૂ૫ રેખા
 • શ્રી જલારામ બાપાના વ્રતના નિયમો
 • વ્રતની વિધિ
 • ઉજવણું
 • કૃપાળુ શ્રી જલારામ બાપાના આશીર્વાદ જેને ફળ્યા
 • નબળો ધંધો ચાલતો થયો
 • સુનામીમાં બચી ગયા
 • અન્ય ચમત્કારો
 • શ્રી જલારામ બાવની
 • દોહરો
 • આરતી
 • સ્તુતિ

જય શ્રી જલારામ બાપા
                   
|| શ્રી ગણેશાય નમઃ ||

જય શ્રી જલારામ બાપાનું
ત્રણ ગુરૂવારનું ચમત્કારીક વ્રત
ત્રણ જ ગુરૂવાર શા માટે ?

          ત્રણ ગુરૂવારનો ગુરૂનો આંક ૩ ( ત્રણ ) છે.

          ત્રણ ભુવનોનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. દેવલોક, પૃથ્વીલોક અને પાતાળલોક.

          ત્રણ ગુરૂવારના દિવસો ૨૧ જ થાય . ૨૧ એટલે ૨ + ૧ = ૩ આમ ૨૧ અને ૨૧ ના આંક ને આપણા ધર્મમાં શુભ માનવામાં આવ્યો છે.

          ભકત શ્રી જલારામ બાપાને સાચા મનથી ફકત યાદ કરવાથી તેઓ ભકતની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને જે ૨૧ દિવસમાં સિધ્ધ થાય જ છે. 


વ્રતની રૂ૫ રેખા

          રાજકોટ નજીક વીરપુર ગામમાં પ્રધાનજી અને માતા રાજબાઈને ત્યાં બાળ સ્વરૂપે જલારામ બાપા સંવત ૧૮૫૬ માં કારતક સુદ સાતમને જન્મ્યા હતા. પ્રભુજનો અને સાધુ સંતોની સેવા જ તેમનો મુદ્રાલેખ હતો. અંતર મનનો અવાજ સાંભળી સમાજ અને કાકાની શરમ વગર શ્રી જલારામ બાપા સંતોને ધન ધાન્ય આપતા અને ખુબ સેવા ચાકરી કરતા. ઈશ્વર તો દરેકના મનની અંદર વસેલો છે એવુ તેઓ માનતા હતા.

         જે વ્યક્તિ શ્રી જલારામબાપાની ભકિત તન, મન, ઘનથી કરે છે તેના સર્વ વિઘ્નો દૂર થાય છે. સર્વ દુ:ખ મટે અને સર્વ સુખ પ્રાપ્ત થાય છે. જે શ્રી જલારામ બાપામાં ઉંડો વિશ્વાસ રાખે છે તેની ઈચ્છા બાપા પુર્ણ કરે છે.

          શ્રી જલારામ બાપાના વ્રત શ્રધ્ધા અને વિશ્વાસ રાખી કરવાથી મનવાંછીત ફળ પ્રાપ્ત થાય છે. તેમા કોઈ સંશય નથી.

          જે બાપાના ચરણોમાં જાય છે તેના દરેક દુઃખ દર્દ બાપા દૂર કરે છે. જયારે જયારે પૃથ્વી પર ઘર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ઘણા સ્વરૂપે ઈશ્વરે પૃથ્વી પર અવતાર લીધો છે અને ઘર્મ પ્રત્યે પ્રેમ અને આદરથી સ્થાપના કરી લોકોને નવો રસ્તો બતાવ્યો છે. આવા અવતારી પુરુષોમાં બાપા મોખરે છે. શ્રી વીરપુરવાળા શ્રી જલારામ બાપાથી કોણ અજાણ્યુ છે ?

           શ્રી જલારામ બાપાનું સ્મરણ મનથી ક૨વાથી શરીરમાં નવી શકિતનો સંચાર થાય છે અને દુનિયાના લોકો તમને સર્વોત્તમ દરજજો આપે છે. 

          શ્રી જલારામ બાપાએ તેમના જીવનકાળમાં ઘણા ચમત્કાર કર્યા હતા. જેમ કે તેમના કાકાને અન્નને બદલે છાણા દેખાય ઘી ને બદલે જળ દેખાય અને ઈશ્વર ભક્તિ કરનારને પણ આવા જ અવિસ્મરણીય ચમત્કારોનો પ્રત્યક્ષ અનુભવ શ્રી જલારામ બાપાના વ્રત કરવાથી લોકોને થાય છે. 

         શ્રી જલારામ બાપા પર શ્રદ્ધા રાખી ત્રણ ગુરૂવાર વિધિપૂર્વક વ્રત કરવાથી નકકર અને અકલ્પનિય પરિણામ પ્રાપ્ત થાય છે અને આ વ્રત શ્રદ્ધા રાખી કરવાથી મનની દરેક કામના પૂર્ણ થાય છે, તે માટે શ્રી જલારામબાપાના વ્રતના નિયમો વાંચી તેનું પાલન કરી, શ્રદ્ધાથી વ્રતની શરૂઆત કરવી.


શ્રી જલારામ બાપાના વ્રતના નિયમો

૧. આ વ્રત જગતના સર્વ સ્ત્રી - પુરુષ કે બાળક કરી શકે છે. આ વ્રતમાં કોઈપણ ઉમરનો બાધ નથી.

૨. આ વ્રત ખુબ જ ઉત્તમોત્તમ અને ચમત્કારી છે. ત્રણ ગુરૂવાર વિધિપૂર્વક વ્રત કરવાથી ચોકકસપણે ધાર્યું ફળ આપે છે. 

૩. આ વ્રત કોઈપણ ગુરૂવારે શ્રી જલારામ બાપાનું મનમાં સ્મરણ કરી શરૂ કરવું અને તમારી જે મનોકામના, ઇચ્છા હોય તે કાર્યનો મનમાં સંકલ્પ કરી શ્રી જલારામ બાપાને અંત:કરણ પૂર્વક યાદ કરી શરૂઆત કરવી.

૪. આ વ્રતની શરૂઆત કર્યા પછી એક પણ ગુરૂવાર વચ્ચે ખાડો પડે નહી તેનું ધ્યાન રાખવું.

વ્રતની વિધિ


૧. ગુરૂવારે સવારે નિત્યકર્મ પતાવી સ્વચ્છ કપડા પહેરી શ્રી જલારામબાપાના ફોટાને કંકુથી ચાંદલો કરી આસન ઉપર સ્થાપન કરવું ( કોઈપણ કાપડ પાથરી શકાય, (પીળુ ઉત્તમ જાણવું) પછી શ્રી જલારામ બાપાના ફોટાને કુલોનો હાર ચઢાવી ધુપ પ્રગટાવી દીવો કરવો, પ્રસાદમાં કોઈપણ ફળ, સિંગદાણા અને કંઈ ન હોય તો સાકર પણ ધરાવવી. (શ્રદ્ધા અગત્યનું ફળ આપે છે પ્રસાદમાં શું છે એ નહી પણ પ્રસાદ કેવા ભાવથી ઘરાવેલ છે એ અગત્યનું છે.) 

૨. આ વ્રત ભુખ્યા પેટે કરવાનું નથી. દુધ, ચા, ફળ, દહી કંઈ પણ લઈ શકાય એક વારના ભોજનમાં શ્રી જલારામ બાપાની પ્રસાદી સ્વરૂપે ખીચડી, મગની દાળ, તુવર દાળ કે કંઈ પણ પ્રકારની ખીચડી બનાવી ભોજન સાથે લેવી. ખાલી પેટે આ વ્રત કદાપી કરવું નહી. 

3. ત્રણ ગુરૂવાર નજીકનાં કોઈપણ મંદિરે જવું અગર મંદિરે ન જવાય તો ઘરમાં ઈષ્ટદેવને પગે લાગી દંડવત પ્રણામ કરવા.

૪. વ્રતના ગુરૂવારે અડચણ કે સુતક લાગતુ હોય તો તે ગુરૂવાર ન લઈ તે સિવાયના ગુરૂવાર ગણવા. ત્રીજા ગુરૂવારે ઉજવણું કરવું. કોઈ પણ એક નિયમ ત્રણ ગુરૂવાર સુધી લેવો. (જેમ કે સત્ય બોલવું , વડીલોને માન આપવું, માતા - પિતાને પગે લાગવું)

ઉજવણું 

૧. ત્રીજા ગુરૂવારે વ્રતનું ઉજવણુ કરવું. તેમા ૩ ગરીબોને યથા શકિત ભોજન આપવું. 

૨. શ્રી જલારામ બાપાના વ્રતનો ફેલાવો કરવા શ્રી જલારામબાપાના વ્રતની ચોપડી ૫,૭,૧૧,૨૧ કે યથા શકિત પ્રમાણે સગા સંબંધી કે આડોશ પાડોશમાં આપવી. 

૩. ત્રણ ગુરૂવારે ભેટમાં આપવાની વ્રતની ચોપડી ત્રીજા ગુરૂવારે વ્રતમાં મુકવી અને પછી જ આપવી જેથી વ્રત કરનાર અને જેમને વ્રતની ચોપડી આપો છો તે સર્વની મનોકામના પૂર્ણ થાય. 

          શ્રી જલારામ બાપાનું વ્રત કરી તેનું ઉજવણું કરવાથી ચોકકસ ધાર્યું કામ થાય છે અને સુખ - શાંતિ, સ્વાસ્થય, સમૃદ્ધિ, કીર્તી, વિદ્યા પ્રાપ્ત થાય છે, જેમાં કોઈ શંકા નથી. 

કૃપાળુ શ્રી જલારામ બાપાના આશીર્વાદ જેને ફળ્યા

કલ્પનાબહેન અને સુપલભાઈ સુરતમાં સ્થાયી થયા ને ૧૫ વર્ષ થયા . એક ડાઈગ હાઉસમાં સુપતભાઈ ખુબ મહેનતથી રૂપિયા કમાતા, સુપલભાઈનું સ્વાસ્થય પહેલેથી સારૂ પરંતુ બચપણથી જ હૃદયનો એક વાલ્વ નબળો હતો. 
         એક સહકારી બેંકમાં ખુબજ મહેનતથી સુપલભાઈએ રૂપિયા બે લાખની ફીકસ ડીપોઝીટ કરાવેલ હતી. એક દિવસ મીલ પરથી ઘરે પરત થતા અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા નજીકના ડોકટર પાસે ગયા બીજા દિવસ નજીકની મોટી હોસ્પીટલમાં દાખલ થવા જણાવી જરૂરી દવા આપી ઘરે આવ્યા.
         કલ્પના બેનનો જીવ ખુબજ દયાળુ. 
         મનમાં શ્રી જલારામ બાપાનું નામ લઈ સંકલ્પ કર્યો કે સુપલભાઈ સાજા થાય તે માટે શ્રી જલારામ બાપાનું વ્રત કરીશ અને ઉજવણામાં ૭ વ્યકિતઓને વ્રત વિશે જણાવીશ. બીજે દિવસે સવારે કલ્પનાબેન દુ:ખી હદયે બેંકમાંથી રૂપિયા બે લાખ બચત ઉપાડી લાવી ડોકટરને બતાવવા ગયા છાતીના એકસરે અને બીજા રીપોર્ટ કઢાવ્યા અને બીજે દિવસે ડોકટર પાસે જતા જુની શરદી ને કારણે છાતીમાં દુ:ખાવાનું કારણ જણાયું અને ત્રીજે દિવસે એ સહકારી બેન્કે પણ ઉઠામણુ કર્યું. 
          આમ કલ્પનાબહેનના રૂપિયા પણ બચી ગયા અને નહીવત ખર્ચામાં પતિની બિમારી દુર થઈ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થયું. કલ્પનાબહેનના ભાભીએ જયારે અમદાવાદ આ વાત સાંભળી તેમની બન્ને દિકરીઓએ પણ શ્રી જલારામ બાપાનું વ્રત શરૂ કર્યું અને બોર્ડમાં સારા ટકાએ ઉતીર્ણ થયા. 

નબળો ધંધો ચાલતો થયો

ભદ્રેશભાઈ અમદાવાદમાં નાના સરખો ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સ ચલાવતા હતા છેલ્લા ઘણા સમયથી તેમનો ધંધો ધીમો ચાલતો હતો પત્ની તેજલબેન સાથે સુખે દુ:ખે રહેતા એક દિવસ તેજલબેને તેમની ભાભી સાથે બજારમાં ગયા ત્યાં તેમને ભાભીની બેન પાસેથી શ્રી જલારામ બાપાના વ્રતની જાણકારી મળી . તેમણે પણ મનોમન શ્રી જલારામ બાપાનું સ્મરણ કરી વ્રત કરવા સંકલ્પ કર્યો. 
         વ્રત ચાલુ થયાને બે અઠવાડીયા થયા અને એક દિવસ રાત્રે ઘંઘા પરણી ભદ્રેશભાઈ ઘરે આવીને તેજલબેનને ખુશખબર આપ્યા છે અમદાવાદની એક મોટી કંપનીના સ્ટાફની કેન્ટીન માટે જરૂરી દરેક વસ્તુ પુરી પાડવાનો કરાર ( કોન્ટ્રાકટ ) મળી ગયો છે અને મહિને ત્રણગણી આવ થઈ જશે. 
           વ્રતના ઉજવણાના દિવસે તો તેમનો ધંધો ચાલુ થઈ ગયો હતો અને તેજલબેને પહેલું વ્રત ધામધુમથી ઉજવ્યું અને સંકલ્પ કર્યો કે બીજી વખત પણ હું આ શ્રી જલારામ બાપાનું વ્રત કરીશ. આમ વર્ષમાં તેમણે ૭ વખત શ્રી જલારામ બાપાનું વ્રત કર્યું. વર્ષના અંતે તેજલબેન અને ભદ્રેશભાઈ ના ઘરે ગાડી પણ આવી ગઈ અને સુખેથી રહેતા થયા.

સુનામીમાં બચી ગયા

         મુંબઈમાં અમીષભાઈ અને લતાબેન વાલ્વેશ્વરમાં રહે છે. અમીષભાઈ એક મેડીકલ કંપની ચલાવે છે અને ખુબજ કમાણી કરતા. અમીષભાઇ હંમેશા ધંધાના કામે માર્કેટીંગમાં બહાર ગામ જવાનું થયા કરે. 
          લતાબેન સુરત તેમની દિકરીને લઇ તેમના ભાઇના લગ્નમાં ૧૯ મી ડિસેમ્બરે સુરત અમીષભાઈ સાથે આવ્યા રરમી ડિસેમ્બરે તેમના ભાઈના લગ્ન સુખરૂપ પતાવ્યા. અમીષભાઈને ધંધાના કામે જવાનું હોવાથી અમીષભાઈ સુરતથી જ ચેન્નાઇ ચાલ્યા ગયા. લતાબેન ભાઈના ઘરે પાંચ - છ દિવસ રોકાવાના હતા એ દરમ્યાન એમના મમ્મીએ ગુરૂવારે ૨૩ મી ડિસેમ્બરે શ્રી જલારામ બાપા ના વ્રતનું ઉજવણું કર્યું અને લતાબેને તે દિવસથી શ્રી જલારામ બાપાના વ્રતની શરૂઆત કરી. ઘરની દરેક વ્યકિતની સુખ શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે મનમાં સંકલ્પ કર્યો અને ખુબજ શ્રદ્ધાથી વ્રત ઉજવવાનો સંકલ્પ કર્યો. 
          ત્રણ દિવસ પછી દરીયાઈ ભુકંપ સર્જાયો હતો જેમાં ઘણાબધા લોકોની જાન ગઈ આ સુનામીમાં અમીષભાઈનો ચમત્કારીક રીતે બચાવ થયો અને તેઓ સલામત ઘરે આવ્યા. 

અન્ય ચમત્કારો

         એક ભાઈ એમ. બી. એ. થયેલા પરંતુ કયાંય નોકરી મળે નહીં. તેમણે તથા તેમની માતાએ શ્રી જલારામ બાપાનું ત્રણ ગુરૂવારનું વ્રત શરૂ કર્યું. તેનું ઉજવણું ખુબજ ધામધુમથી કર્યું. ઉજવણા ના બીજે જ દિવસે એમને એક સારી કંપનીમાં માર્કેટીંગ ઓફિસરની નોકરી મળી ગઇ. 
        એકવાર એક બહેન ટ્રેનમાં જઈ રહ્યા હતા અને એકાએક ટ્રેનને અકસ્માત થયો, ટ્રેન ઉથલી પડતાં ઘણા લોકોને ઈજા થઈ ત્યારે આ બહેન ચમત્કારી રીતે બચી ગયા.
       દોડા દોડીમાં આ બહેનનાં થેલી તથા ઘરેણાં કયાંક અટવાય ગયા હતા. ઘણી શોધખોળ પછી આ બહેનને કોઈ બાબાના રૂપમાં એક ભાઈ થેલી પરત કરી ગયા. પેલા બહેને તે થેલી સુરક્ષિત જગ્યાએ મૂકી નિરાંતનો શ્વાસ લીધો.
          એક અજાણ્યા માણસે બહેનને પુછયું બહેન તમારા ડબ્બામાં તો બધાજ ઇજાગ્રસ્ત છે, તો આપને કેમ કંઇ પણ ન થયુ ત્યારે આ બહેને જવાબ આપ્યો કે ભાઈ હું તો શ્રી જલારામ બાપાનું વ્રત કરૂ છું. જેથી મારા બાપાએ જ મને બચાવી છે. મારા ઘરેણા પણ બાપાએ જ શોધી આપ્યા છે. 

          વલસાડના એક બહેને ૧૨ મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી અને પરિણામમાં બે વિષયમાં નાપાસ થઈ અને નિરાશ થઈ ગઈ. આખા વર્ષના અગાથ પરિશ્રમ તેમજ ધગશ હોવા છતાં પણ બે વિષયમાં નાપાસ થવાથી તેમને ઘણો જ આઘાત લાગ્યો. 
         એ દિવસે તે તેની બહેનપણી ના ઘરે જઇ ખુબજ રડી, પોતાનો આપઘાત કરવાનો નિર્ણય જણાવ્યો ત્યારે એની બહેનપણી એ એને હુંફ આપી સમજાવી કે બહેન તુ આમ શું કામ કરે? શ્રી જલારામ બાપા સૌની ઇચ્છા પુરી કરે છે. તુ પણ શ્રી જલારામ બાપાનું વ્રત કર અને પેપર ફરીથી ચેકીંગના માટે અરજી કર બાપા જરૂર તારી મદદ કરશે. 
         એ બહેને તરત જ મનોમન સંકલ્પ કર્યો કે આવતા ગુરૂવારથી જ હું આ વ્રત કરીશ અને અરજી પણ કરીશ.
          પછી એમનું નવું પરિણામ આવ્યું અને એનું પરિણામ પત્રક એની બહેનપણીની હાજરીમાં જ ખોલી ને જોયુ તો ઘણા સારા ટકાએ પાસ થઈ. 
         ઘણા સારા ટકા હોવાને કારણે એને ઘરનાં અને સમાજનાં વ્યકિતઓમાં પણ માન મળ્યું. અને સારી કોલેજમાં એડમીશન પણ મળી ગયું.

 
શ્રી સીતારામચંદ્રભ્યો નમ:

શ્રી જલારામ બાવની

૧. સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટયા ત્યાં શ્રી જય જલારામ , જન સેવાનું કરવા કામ , ૨. રાજબાઈ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, 
લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતા રાજી થાય. 
૩. સંત પધાર્યા એને દ્વાર, રાજબાઇએ કીધો સત્કાર, 
ઉજજવળ થાશે તારી કુખ, એવું બોલ્યા એ નિજમુખ. 
૪. સંવત અઢારસો છપ્પન માંહ્ય, કારતક સુદ સાતમની છાંય, 
આશિર્વાદથી પ્રગટયા રામ, નામ પડયું શ્રી જય જલારામ. 
૫. વૃદ્ધ સંત આવ્યા તે ધામ, ઓળખીયા શ્રી જય જલારામ, 
માતા પિતા સ્વધામે ગયા, કાકાને ત્યાં મોટા થયા. 
૬. સંવત અઢારસો સીતેર માંહ્ય, યજ્ઞોપવિતની વિધિ થાય, 
સંવત અઢારસો બોતેર માંહ્ય, પ્રભુતામાં પગલાં મંડાય. 
૭. કાકાનું સંભાળે હાટ, ધર્મ કાનના મનમાં ઘાટ, 
સાધુ સંતને કેતા દાન, રઘુવીરનું એ ધરતા ધ્યાન. 
૮. એક સમે સંતોનો સંઘ, આવી જમાવ્યો ભુકતનો રંગ, 
જલારામની પાસે આજ, આવ્યા સીધુ લેવા કાજ. 
૯. જલારામ લઈ માથે ભાર, દેવા ચાલ્યા એને દ્વાર, 
પાડોશીને લાગી લ્હાય, કાકાને કહેવાને જાય. 
૧૦. વાલા કાકા દોડયા ત્યાંય, જલા શું દેવાને જાય, 
ગભરામણ છુટી તે વાર, પત રાખે છે દીન દયાળ.
૧૧. છાણાં કહ્યા તો છાણાં થાય, ધી ના બદલે જળ દેખાય, 
પાડોશી તો ભોઠો થાય, દુરિજન કર્મોથી પસ્તાય. 
૧૨. જલા ભકતને લગની થઈ, ભિતર બારી ઉઘડી ગઈ, 
યાત્રા કરવા કીધી હામ, પછી ફર્યા એ ચારે ધામ.
૧૩. ગુરૂ કરવાને પ્રગટયો ભાવ, ફતેપુર જઈ લીધા લ્હાવ, ભોજા ભગત કીધા ગુરૂદેવ, વ્રત લે કેરવા સાચી સેવ.
૧૪. સંવત અઢારસો છોતેર માંહ્ય, સદાવ્રતનું સ્થાપન થાય, 
વીરબાઈ સુલક્ષણી નાર, સેવાની રાખે સંભાળ.
૧૫. સાધુ સંતો આવે નિત્ય, જલાબાપાની જોઇ પ્રીત, 
અન્ન તણા નિધિ છલકાય, બાધા આખડીથી દુઃખ જાય. ૧૬. બાપા સૌમાં ભાળે રામ, ખવરાવી ને લે આરામ, 
ગાડા ભરી અન્ન આવે જોય, સાધુ સંતો ખૂબજ ખાય. ૧૭. તન મન ધન થી દુ:ખીયાજન, આવી નિત્યુ કરે છે ભજન, 
બાપા સૌના દુ:ખ હરનાર, ભેદ ન રાખે કાંઈ લગાર. 
૧૮. થોડા જનનાં કહું છું નામ, મળીયો છે જેને આરામ,
જમાલ ઘાંચી જે કહેવાય, દીકરો તેનો સાજો થાય, 
૧૯. હરજી દરજી પેટનું દુ:ખ, ટાળી ત્યાં પામ્યો છે સુખ, 
મૃત્યુ પામ્યો કોળી એક, પિતા એનો કળગળ્યો છેક. 
૨૦.બાપા હૈયે કરૂણા થાય, રામ નામની ધૂન મચાય, 
થયો સજીવન તેનો બાળ , રામ નામનો જય જયકાર.
૨૧. પૂન્ય તપ્યુ બાપાનું આય; વ્હાલો ઉતર્યો અવની માંય, 
કરી કસોટી માંગી નાર, જોવા જેવું દિલ ઉદાર.
રર. ધન્ય ધન્ય છે વીરબાઈ નાર, પ્રભુ સમ જાણ્યા છે ભરથાર, 
આજ્ઞા આપો છું તૈયાર, સેવા સંતની સાથો સાર. 
૨૩.સેવા કરવા ગયા સતી, જાણી ત્રિભુવનના એ પતિ, 
આકાશવાણી માં સંભળાય, ધન્ય જલા ભકિત કહેવાય. 
ર૪. ડંડો ઝોળી વીરબાઈ હાથ, દઈને અલોપ થયા તે નાથ, 
વાયક પહોચ્યા વીરપુર ગામ, સૌએ સમર્યા સીતારામ. 
૨૫. આજે પણ વીરપુરની માંહ્ય, સૌને એના દર્શન થાય, 
જન સેવા તો ખૂબજ કરી, ઠાર્યા સૌને પોતે ઠરી. 
૨૬. ઓગણીસો સાડત્રીસ માંહ્ય, બાપા સીધાવ્યા વૈકુંઠ માંહ્ય, 
મનુદાસ જે બાવની ગાય, દુ:ખથી છુટી સુખીયાં થાય.

દોહરો 

સાતે વારે સૌ સ્નેહીથી , બાપાની બાવની ગાય,
મનુ મુશીબત સૌ ટળે, હૈયે શાંતિ થાય.....

આરતી

જલારામ મારા હૃદય મંદિરમાં પુરણ પ્રેમે પધારો - ટેક ભવસાગર માં ભુલો પડયો છું જલારામ, પાર ઉતારો જલારામ
પતિતપાવન અધમ ઉદ્ધારણ, તાપ ત્રિવિધના નિવારો સ્વાર્થ ભર્યો આ રે સંસારે આશરો એક તમારો - જલારામ.
દ્વારે તમારે આવ્યા દોડી, સફળ કરો જન્મારો
કર જોડીને ભકતો વિનવે અમૃત દાસ તમારો - જલારામ. 

સ્તુતિ

કપુર ગૌરં કરૂણાવતારમ્ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ | 
સદા વસંતમ હદયાર વિન્દે ભવંમ ભવાનિ સહિત નમામિ|
મંગલં ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડધ્વજ | 
મંગલં પુંડરીકાક્ષ, મંગલાયતનોહરિ : || 
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે | 
શરન્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે || 
નારાયણી નમોસ્તુતે ... 

गुरुवार, 25 मार्च 2021

Badal Gayi Aulad

मार्च 25, 2021 0
Badal Gayi Aulad
BADAL GAYI AULAD

माँ की दुआ कभी खाली नहीं जाती। और माँ की दुआ देवताओं से भी टाली नही जाती। चार बच्चों को बर्तन मांज कर भी पाल लेती हैं एक माँ पर बहु आ जाने के बाद उन चार बेटो पर एक माँ पाली नही जाती। अरे भूल गए वो दिन, भूल गए कि जिस माँ ने हमको अपना दूध पिलाया हैं और पिताने उंगली पकड़के चलना सिखाया हैं। लेकिन जब औलाद बड़ी हो जाती हैं तो उन्हीं माँ और बाप को ठोकर मारती हैं तो, पड़ती हैं दिलो पर मार मगर माँ का प्यार नही बदलेगा, आखिर माँ - माँ होती हैं। और बदल गई औलाद मगर माँ बाप नही बदलें। तू बदलेगा सो बार मगर माँ बाप नहीं बदले। बदल गई औलाद मगर माँ बाप नही बदलें।

जिस माँ ने हमको अपना दूध पिलाया हैं और पिताने उंगली पकड़के चलना सिखाया हैं। लेकिन जब वही औलाद माँ बाप को ढोकर मारती हैं तो माँ और बाप के दिल पे केसी चोट पहोचती हैं। फिर भी दोस्तो कहाँ जाता हैं कि माँ का दिल लाजवाब होता हैं। प्यार इसमें बेहिसाब होता हैं, कोई बेटा माँ से प्यार करे या ना करे लेकिन माँ को अपने हर बेटे से प्यार होता हैं। माँ ही मंदिर और माँ ही तीर्थ होती हैं। माँ के चरणों मे यारो जन्नत होती हैं।

और पिता क्या होता हैं?

और पिता हैं जन्नत द्वार, पिता का प्यार नही बदले, बदल गई औलाद मगर माँ बाप नहीं बदले।

"हर रिश्ते में मिलावट देखी,
कच्चे रंगों की सजावट देखी,
लेकिन सालों साल देखा हैं मां को
उसके चेहरे पर ना कभी थकावट देखी,
ना ममता में कभी मिलावट देखी।"

लेकिन यारो आजकल होता क्या हैं फिकरों से चहेरे पे जुरिया पड़ गई उन माँ बाप के, बीवी घर में आई तो हवेलियां बदल गई, और ये बात और थी कि पहेले कमाई माँ को देते थे। अब फ़र्क इतना हैं कि हाथों की हथेलिया बदल गई।


लेकिन एक बात याद रखना माँ बाप के दिल को जो औलाद दुखाति है। सच कहता हूं वो घोर नर्क में जाती हैं। बचपन से, अरे माँ ने बचपन से पाला इतना बड़ा किया, अरे याद कर जब तू बिस्तर गीला कर देता था तो माँ गिले में सो जाती थी और तुजे सूखे में सुलाती। लेकिन आज हँसा हँसा के रुलाने की बात करता हैं। अरे तू उनके दिल को दुखाने की बात करता हैं। अरे नादान जिसके लिए आज मेंने सबकुछ छोड़ दिया अगर आज तू उन माँ बाप को छोड़ने की बात करता हैं। औलाद जो माँ और बाप के दिल को दुखाती हैं सच कहता हूं वो घोर नर्क में जाती हैं। बचपन से हो गए बड़े मगर माँ और बाप नहीं बदले मगर बदल गई औलाद और माँ बाप नहीं बदले।


तू बदले सो बार मगर माँ बाप नहीं बदले, बदल गई औलाद मगर माँ - बाप नहीं बदले।
     
इज्जत भी मिलेगी
दौलत भी मिलेगी
सेवा करो माँ - बाप की 
जन्नत भी मिलेगी



गुरुवार, 24 दिसंबर 2020

पिता ने तोड़ दिया धागा

दिसंबर 24, 2020 0
पिता ने तोड़ दिया धागा
पिता ने तोड़ दिया धागा


एक बार की बात हैं, एक पिता अपने बेटे के साथ पतंग उड़ा रहा था। पतंग आसमान में बादलों को छूती हुई, हवा के साथ लहरा रही थी। थोड़ी देर बाद बेटे ने पिता से पूछा कि पतंग घागे की वजह से ऊपर नहीं जा पा रही है। अगर हम इस धागे को तोड़ देते हैं तो पतंग और ऊपर जा सकती हैं। ये बात सुनने के बाद पिता ने तुरंत ही उस धागे को तोड़ दिया। धागे को तोड़ने के बाद पतंग हवा के साथ साथ ऊपर जाने लगी। लेकिन थोड़ी ही देर बाद वह पतंग लहराकर नीचे आने लगी, और दूर कहीं जाकर जमीन पर जाकर गिर गई। ये देखकर बेटे ने पिता से पूछा की धागा तोड़ देने पर पतंग को और ऊँचाई पर जाना चाहिए था। धागे की वजह से पतंग ज्यादा ऊपर नहीं जा पा रही थी । क्योंकि धागा उसे खिंच रहा था।

लेकिन जब हमने धागा तोड़ दिया तो फिर पतंग नीचे क्यों आकर गिर गई। ऐसा क्यों हुआ यह नीचे क्यों आ गई। इस बात पर उसके पिता ने उसे कहा जिंदगी में हम जिस ऊंचाई पर हैं वहां हमें अक्सर लगता है की कुछ चीजें जिनसे हम बंधे हुए हैं वह हमें जिंदगी की ऊंचाइयों को छूने से रोक रही है। जैसे कि, माता-पिता, अनुशासन या परिवार। इसलिए हमारे मन में ऐसे विचार आते हैं कि हमें उनसे आजाद होना चाहिए। ताकि हम जिंदगी के ऊंचाई को और छु सके। लेकिन जिस प्रकार पतंग धागे से बंधी हुई हैं ठीक उसी प्रकार हम भी इन से बंधे हुए हैं। वास्तव में यही वह धागा होता है जो हमें उस ऊंचाई पर बनाए रखता है।

अगर तुम इस धागे को तोड़ दोगे तो तुम एक बार तो उस पतंग की तरह ऊंचाई पर तो जाओगे लेकिन बाद में उसी पतंग की तरह जमीन पर गिर जाओगे। जब तक वो पतंग घागे से बंधी रहेगी। तब तक वह आसमान की ऊंचाइयों को छूती रहेगी। अगर तुम जिन्दगी में ऊंचाइयों पर बने रहना चाहते हो। तो इन धागो से रिश्ता मत तोड़ना। क्योंकि जीवन में सफलता पूरे परिवार के संतुलन से ही मिलती है। कभी-कभी हमें ऐसा लगता है, कि हमारे माँ बाप हमे आगे बढ़ने से रोक रहे हैं। पर ऐसा बिल्कुल भी नही हैं। हमारे माँ बाप हमे आगे बढ़ने से नहीं रोक रहे हैं। वे तो रोक टोक करके उस धागे को टूटने से बचाना चाहते हैं। क्योंकि वह जानते हैं कि अगर यह धागा टूट गया तो तुम जिंदगी में ऊंचाइयों को कभी भी छू नहीं पाओगे। "माँ" एक ऐसी बैंक है जहां आप हर भावना और दुख जमा कर सकते हो। और "पिता" एक ऐसा क्रेडिट कार्ड है जिसके पास बैलेंस ना होते हुए भी हमारे हर सपने को पूरे करने की कोशिश करता है।

"परिवार" से बड़ा कोई "धन" नहीं। "पिता" से बड़ा कोई "सलाहकार" नहीं। माँ की ममता से बड़ी कोई छांव नहीं। "भाई" से अच्छा कोई "भागीदार" नहीं। और "बहन" से बड़ा कोई "शुभचिंतक" नहीं। "परिवार" के बिना "जीवन" जीवन नहीं होता। दोस्तो जिंदगी में सभी आगे बढ़ना चाहते हैं। इसलिए अपने सपनों से उतना प्यार कीजिए। जितना आप अपने परिवार और माता-पिता से करते है।